વ્યાજ નું વિષચક્ર
કદાચ શિર્ષક વાંચી ને તમે સમજી તો ગયા જ હશો કે આ આજે આ લેખ નો વિષય શું છે તો સીધા વાર્તા પર જઈએ આપણે અમદાવાદ એટલે ભારત નું માન્ચેસ્ટર અને દુનિયા નું પહેલું હેરિટેજ ની ખ્યાતિ પામનારું શહેર જ્યાં લોકો દૂર દૂર થી પોતાના સપના પુરા કરવા આવે એવી જ રીતે રામજી ભાઈ પણ તે ઘણા લોકો માંથી એક જે પોતાનું વતન એટલે કે ગુજરાત નું કાશી ગણાતું એવું જામનગર છોડી ને પોતાના સપના પુરા કરવા માટે આવ્યા, શરૂઆતમાં તો એકલા આવ્યા ને નોકરી શોધી ને બરોબર સેટલ થયા, અને બધું સરખું ગોઠવાઈ ગયા પછી ગામડે જઇ ને પરિવાર ને પણ લાવ્યા, આમ તો રામજી ભાઈ નો મહિના નો પગાર 15000 હતો તેમા ઘર નું ભાડું શાકભાજી દૂધ અને ઘર નો ખર્ચો કાઢતા રામજી ભાઈ પાસે 3000 રૂપિયા દર મહિને વધતા આમ તો રામજી ભાઈ ના પરીવાર 4 વ્યક્તિ 2 માણસ પોતે અને 1 છોકરો અને 1 છોકરી નાનો પરિવાર હતો પણ ઘણો જ સુખી હતો કોઈ સાથે કોઈ જ માથાકૂટ નઇ કે કોઈ દિવસ કોઈ ની નિંદા નઈ કે કઈ જ નઈ ચારેય લોકો એકબીજા ની સાથે ઘણા ખુશ ને હળીમળી ને રહેતા રામજી ભાઈ ના છોકરા ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને તેમ તેમ તેમના ખર્ચા પણ વધવા લાગ્યા તેમના...