વ્યાજ નું વિષચક્ર
કદાચ શિર્ષક વાંચી ને તમે સમજી તો ગયા જ હશો કે આ આજે આ લેખ નો વિષય શું છે તો સીધા વાર્તા પર જઈએ આપણે
અમદાવાદ એટલે ભારત નું માન્ચેસ્ટર અને દુનિયા નું પહેલું હેરિટેજ ની ખ્યાતિ પામનારું શહેર જ્યાં લોકો દૂર દૂર થી પોતાના સપના પુરા કરવા આવે એવી જ રીતે રામજી ભાઈ પણ તે ઘણા લોકો માંથી એક જે પોતાનું વતન એટલે કે ગુજરાત નું કાશી ગણાતું એવું જામનગર છોડી ને પોતાના સપના પુરા કરવા માટે આવ્યા, શરૂઆતમાં તો એકલા આવ્યા ને નોકરી શોધી ને બરોબર સેટલ થયા, અને બધું સરખું ગોઠવાઈ ગયા પછી ગામડે જઇ ને પરિવાર ને પણ લાવ્યા, આમ તો રામજી ભાઈ નો મહિના નો પગાર 15000 હતો તેમા ઘર નું ભાડું શાકભાજી દૂધ અને ઘર નો ખર્ચો કાઢતા રામજી ભાઈ પાસે 3000 રૂપિયા દર મહિને વધતા આમ તો રામજી ભાઈ ના પરીવાર 4 વ્યક્તિ 2 માણસ પોતે અને 1 છોકરો અને 1 છોકરી નાનો પરિવાર હતો પણ ઘણો જ સુખી હતો કોઈ સાથે કોઈ જ માથાકૂટ નઇ કે કોઈ દિવસ કોઈ ની નિંદા નઈ કે કઈ જ નઈ ચારેય લોકો એકબીજા ની સાથે ઘણા ખુશ ને હળીમળી ને રહેતા રામજી ભાઈ ના છોકરા ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને તેમ તેમ તેમના ખર્ચા પણ વધવા લાગ્યા તેમના ભણતર નો ખર્ચો તેમના કપડાં તેમની ટ્યુશન ની ફી ને ઘણું બધું એવા માં ઘરનો ખર્ચો તો અલગ આ બધા માં રામજી ભાઈ ની આવક ધીમે ધીમે ઓછી પડવા લાગી છતાં પણ રામજી ભાઈ ના પત્ની કરકસર કરી ને ઘર ચલાવતા એવા માં તેમના છોકરા એ એક દિવસ નવું ટીવી લેવા માટે જીદ કરી , તો રામજી ભાઈ છોકરા ની જીદ પુરી કરવા માટે હપ્તે ટીવી લઈ ઓણ આવ્યા અને એમની જિંદગી પાછી ધીમે ધીમે પાટે આવા લાગી અને જોત જોતા માં ટીવી ના હપ્તા પણ પતી ગયા અને રામજી ભાઈ ને હપ્તે હપ્તે વસ્તું વસાવવાનો ચસ્કો લાગ્યો અને વસ્તું ઓ વસવા પણ લાગી અને તેમને લાગ્યું તેમ ધીમે ધીમે તેમના સપના પુરા થતા હોય તેવું લાગવા લાગ્યું અને તેવા માં રામજી ભાઈ એ પોતાના અંગત કામ માટે પર્સનલ લૉન લીધી અને તેનો હપ્તો થોડો મોટો રાખ્યો એ વિચારી ને કે જલ્દી પુરી થાય અને આ ઝંઝટ માંથી છુટકારો મળે પણ લૉન ના પેપર સહી કરતી વખતે સામાન્ય માણસ ની જેમ જ રામજી ભાઈ એ બેન્ક ની અતિસુક્ષમ અક્ષરે લખેલી શરતો ના વાંચી અને સહી કરી દીધી અને પોતાની મોજ માં રહેવા લાગ્યા, શરૂ શરૂ માં તો વાંધો ના આવ્યો પણ સમય જતાં રામજી ભાઈ ને કપરું લાગવા લાગ્યું ઘર ના ખર્ચા છોકરાઓ ના ખર્ચા અને એમાં આ લૉન ના હપ્તા, બચત પણ બધી વપરાઈ ગઈ , દાગીના પણ બધા ગીરવે મુક્યા તો અમુક વેચવા પડ્યા એવાં માં રામજી ભાઈ એ બહાર શરાફ પેઢી પાસે થી 10% વ્યાજે રૂપિયા લીધા અને જેમ તેમ લૉન ના હપ્તા ભર્યા, જોત જોતાં માં મહિનો પૂરો થાય અને રામજી ભાઈને હવે બેન્ક ની સાથે શરાફ પેઢી નું પણ વ્યાજ ચૂકવવું પડતું અને રામજી ભાઈ ના ઘર માં ખેંચ આવવા લાગી અને વસેલી વસ્તુઓ બધી હપ્તા અને વ્યાજ આપવા માટે વેચવાનો વારો આવ્યો, આ બધા માં રામજી ભાઈ ના ઘર માં ધીમે ધીમે ઝગડા ચાલુ થઈ ગયા, અને સમયસર હપ્તા અને વ્યાજ ન મળવા ને લીધે બેન્ક અને શરાફ પેઢી ના માણસો ઘરે આવી ને મન ફાવે એમ બોલતા અને વર્તન કરતા અને સાંજે જ્યારે રામજી ભાઈ ઘરે આવતા તો તેમની પત્ની તેમનો સાથ આપવા ને બદલે તેમની સાથે આ વાત ને લઇ ને ઝગડો કરતી , ધીમે ધીમે રામજી ભાઈ ની હિમ્મત તૂટવા લાગી પણ અમુક વાર તેમની દીકરી તેમને હિમ્મત આપતી પણ રોજ રોજ ના કજિયા થી રામજી ભાઈ કાંટાળી ગયા હતા,
એક દિવસ રામજી ભાઈ નોકરી થી ઘરે ના આવ્યા તો પરિવાર ચિંતિત બન્યો અને તેમણે નોકરી માં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે રામજી ભાઈ આજે નોકરી જ નથી આવ્યા તો પરીવાર વધુ ચિંતિત બન્યો અને શોધખોળ ચાલું કરી પણ રામજી ભાઈ નો ક્યાંય પત્તો ના લાગ્યો અને તેમના પરિવાર એ પોલીસ ફરિયાદ નોંધાવી, 2 દિવસ ની પોલીસ ની શોધખોળ ના અંતે રામજી ભાઈ ની સાબરમતી નદી માંથી લાશ મળી અને તેમના પરિવાર ને જાણ કરવા માં આવી અને પરિવાર ના માથે દુઃખ નો ડુંગર તૂટી પડ્યો રામજી ભાઈ ની અત્યંત નજીક એવી તેમની દીકરી આ આઘાત સહન કરી શકી નહીં અને તે પણ બાપ ની મોત ના સમાચાર સાંભળી ને મૃત્યુ પામી અને હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો , રામજી ભાઈ રોજ રોજ ના કજિયા અને વ્યાજખોરો થી કંટાડી ને આત્મહત્યા કરી લીધી અને તેના આઘાત માં તેમની દીકરી પણ મૃત્યુ પામી અને આમ વ્યાજખોરો ના ત્રાસ ના લીધે 2 જીવ ગયા એવું કહી શકાય, પછી તો બધી તાપસ પછી વ્યાજખોરો ને પોલીસે જેલ ના હવાલે કરી દીધા પણ જો આ વસ્તુ કદાચ વહેલા થઈ હોત તો કદાચ આજે 2 જીવ બચી ગયા હોત ....... આમ ઘણા લોકો એવા છે કે આ વ્યાજ ના વિષચક્ર માં ફસાયા પછી બહાર નાથી નીકળી શકતા અને અંતે મૃત્યુ નો માર્ગ અપનાવે છે તો એ લોકો માટે એટલું જ કહીશ કે જે પણ પગલું ભરો એ પોતાના પરિવાર અને ભવિષ્ય ને ધ્યાન રાખી ને જ ભરજો.....
સરસ..
ReplyDelete